आ लौट चल तु अब दिवाने…

19 સપ્ટેમ્બરની સાંજ.

સદ્ ભાવના મિશનના અંતિમ પ્રવચનની સાથે જ અનેક રહસ્યોને ઉજાગર કરતું અનેક પ્રશ્વોના ઉત્તરો પર પ્રકાશ પાથરતું પ્રવચન જો કે પ્રવચન કરતાં આહ્ વાન ગણવું વધારે ઉચિત ગણાય જે રાષ્ટ્રવ્યાપી કે વિશ્વવ્યાપી સદ્ ભાવના મિશન ની શરૂઆત કરનારી એક ચિનગારી બની શકે છે.

સદ્ ભાવના મિશન એટલે શું ?

આપમેળે મન ફાવ્યો જવાબ આપવાની કોશિષ લગભગ તમામે કરી.

મીડીયાએ પોતાના TRP વધારવાની કોશિષમાં, વિરોધ પક્ષે પોતાના વિરોધની પરંપરાના જોશમાં, નેતાઓએ પોતાની રાજનિતિના પરિપ્રેક્ષ્યમાં, પત્રકારોએ પોતાની લોકપ્રિયતાના લક્ષ્યમાં, આગેવાનોએ પોતાની જવાબદારીના માનમાં તો પ્રત્યેક નાગરિકે પોતાને થયેલા લાભ-અલાભના સભાનમાં.

આખરે જેના માનસની ઉપજ હતી એવા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીએ જે ઉત્તર આપ્યો એ જાગૃતિની એક મિસાલ બની રહેનારો હતો.

લોકો પૂછે છે.. ગુજરાતના આટલા અધધધ.. વિકાસનું કારણ શું છે ?

અને જવાબ આપે છે એક એવા વ્યક્તિ જેમણે એમના કોઈ વિરોધનો કે કોઈ સફળતાનો ક્યારેય શાબ્દિક જવાબ નથી આપ્યો. પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે એમને રાજનિતિની રણનિતિના રોલ મોડેલ માનતા કે વિકાસના વણથંભ્યા વામન માનતા, મોર્ડન ઓર્ગેનાઈઝેશનના મેઈકઓવર કે ટ્રેન્ડી સેલીબ્રેશન્સના ટેઈકઓવર ગણતા, મુરબ્બીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે આ મહાનુભાવ સદ્ ભાવના મિશનનો કંઈક જુદો જ અંદાઝ રજુ કરે છે.

છેલ્લા 10 વર્ષમાં ગુજરાતે કરેલા વિકાસને 3 દિવસના ઉપવાસ દ્વારા સમજાવતા મોદીનો વિકાસમંત્ર સમજવામાં ક્યાંક થાપ ન ખાઈ જતા.

જે ભારતની આધ્યાત્મિકતાએ વિશ્વગુરુ બનીને સમાજને એક આદર્શ આપ્યો છે એ જ ભારતના એક ભારતીય એ એ સાબિત કરી આપ્યુ છે કે રાજનિતિ-મોર્ડનાઈઝેશન-ઔધ્યોગિકરણના કોઈ અંશ વગર, સ્વાર્થની સંકુચિતતાના કે ચુંટણી પ્રચારની છીછરી વૃત્તિના વિચાર વિના શાસ્ત્રોએ ચિંધેલા ઉપવાસ રૂપી સંયમીત મનની અખૂટ શક્તિના સ્ત્રોતને અનુસરવાથી જે વિકાસ થાય છે એના તરફ લોકો ફાટી આંખે જોઈ રહે છે એ નિશ્ચિત છે.

3 દિવસના આ ઉપવાસ – સદ્ ભાવના મિશન – ગુજરાત વિકાસના એક વિરાટ વટવૃક્ષનૂં બીજ હતું જે હજુ ઔર ફૂલશે ફાલશે. સમાજને હજુ વધુ મીઠા ફળ મળશે. સમગ્ર વિશ્વને ગુજરાત તરફ એક જુદી દ્રષ્ટીથી જોવા આતૂર કરશે.

વિકાસનો વાવટો આભને કદાચ આંબી તો જાય પણ જ્યાં સુધી શાસ્ત્રોના વાંચન અને સત્પુરૂષોના જીવનમાંથી સંસ્કારની સાત્વિકતાનો ઉદય ન થાય ત્યાં સુધી વિરોધના વંટોળ વચ્ચે પણ ટકી રહેવું અશક્ય છે. ગુજરાતના વિકાસનો વાવટો અમાનવીય વિરોધના વંટોળ વચ્ચે પણ આભને આંબીને આજે પણ ફરકી રહ્યો છે એનું કારણ વિશ્વમાં એકવખત સાંસ્કૃતિક ધનકુબેર ગણાતી ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સ્પર્શ છે.

શ્રેષ્ઠ આચાર, શ્રેષ્ઠ વિચાર અને શ્રેષ્ઠ વ્યવહારના આદર્શને સમાજ સમક્ષ રજુ કરનાર જે દેશમાં ભ્રષ્ટ આચાર, ભ્રષ્ટ વિચાર અને ભ્રષ્ટ વ્યવહારની વણઝારને રોકવા આંદોલનો કરવા પડતાં હોય ત્યારે 3 દિવસના આ ઉપવાસ કરી સદ્ ભાવના મિશનની ભાવના જગાવવી એ કામ એક વિરપુરુષ કરી શકે.

સાત્વિકતાને પાયામાં સિંચવાનું કહેતી આપણી સંસ્કૃતિને આપણે ભૂલતા ગયા તો આપણે ભૂલાતા ગયા.

ફરીથી એ સંસ્કૃતિના સનાતન માર્ગે ચાલવાની શરૂઆત જો કરી ત્યાં તો આપણે અમર થઈ ગયાં.

અવિરત વિકાસના અજોડ એન્જીન સમા ગુજરાતની પરિસ્થિતી કહી રહી છે…

आ लौट चल तु अब दिवाने…

ચાલો પાછા ફરીને આપણી સંસ્કૃતિના ઈતિહાસમાં જઈએ….ભવિષ્યમા પૃષ્ઠોમાં અંકીત થવાની કહાનીમાં જઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *